View Hymn (Bhajan)
Hymn No. 228 | Date: 16-Jul-19931993-07-161993-07-16જીવનમાં ન હોય જેને મજબૂરી, વ્યક્તિ એવી તોગોતી પણ નહીં મળેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-na-hoya-jene-majaburi-vyakti-evi-togoti-pana-nahim-maleજીવનમાં ન હોય જેને મજબૂરી, વ્યક્તિ એવી તોગોતી પણ નહીં મળે
નહીં હોય જીવનમાં જેની કોઈ લાચારી, વ્યક્તિ એવી તો ગોતી પણ નહીં મળે
હશે જીવનમાં એને કાંઈ તો મજબૂરી, કાંઈ તો લાચારી હશે ભલે એક કે હશે અનેક,
જીવન તો સૌનું બસ આનાથી જ ઘેરાયેલું હશે,
નહીં મળે કોઈ જીવનમાં મજબૂરી કે લાચારી વિનાના
હશે મજબૂર કેમ અને કેવી રીતે, ના એ તો કહી શકશે
મજબૂરીને ના એ તો સહી શકશે,
પણ જીવનમાં મજબૂર એ તો બની જાશે,
હશે કોઈ પ્રેમથી મજબૂર, તો હશે કોઈ વેરથી મજબૂર,
જીવનમાં કોઈ પોતાની આદતથી મજબૂર હશે,
તો કોઈ પોતાના સંસારથી, જીવનમાં છે સહુ કોઈ તો મજબૂર
જીવનમાં ન હોય જેને મજબૂરી, વ્યક્તિ એવી તોગોતી પણ નહીં મળે