View Hymn (Bhajan)
Hymn No. 1138 | Date: 15-Jan-19951995-01-151995-01-15જીવનમાં રે મને, જિંદગીમાં મને મારા સ્વાર્થે હરાવ્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-re-mane-jindagimam-mane-mara-svarthe-haravyoજીવનમાં રે મને, જિંદગીમાં મને મારા સ્વાર્થે હરાવ્યો
ના હરાવી શકયું બીજો કોઈ, મને મારા સ્વાર્થે મને રડાવ્યો
જીવનભર રહ્યો રડાવતો ને હરાવતો, મારા સ્વાર્થે મને ફસાવ્યો
ફસાયો એવા કાદવમાં, બહાર નીકળવા ગોતી રહ્યો કિનારો
સાથી સમજીને સાથે લીધો, દગો બહુ ભારી એણે આપ્યો
પળપળને દુઃખમાં પલટાવીને, જિંદગીના સુખને હણ્યું
સંતોષ ને આનંદ લીધા લૂંટી, મને અસંતોષી બનાવ્યો
અંતરમાં વસીને મારા, મને ખૂબ એણે રે લૂંટયો
ભુલાવી જિંદગીની ગલી, પથ જીવનનો એણે ભુલાવ્યો
મારા સ્વાર્થે મને હરાવ્યો, એણેજ મને ડરાવ્યો
જીવનમાં રે મને, જિંદગીમાં મને મારા સ્વાર્થે હરાવ્યો