View Hymn (Bhajan)
Hymn No. 1137 | Date: 12-Jan-19951995-01-121995-01-12પ્રભુ વારે આવો મારી, આજ ના લગાડો હવે વારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-vare-avo-mari-aja-na-lagado-have-varaપ્રભુ વારે આવો મારી, આજ ના લગાડો હવે વાર
કર્યા છે ઘણા રે ઉપકાર, પ્રભુ કરી દ્યો એક વધુ ઉપકાર
બચાવી લ્યો અમને આજ, છે મઝધારે અમારી નાવ
મગરમચ્છ ને સાપથી, ઘેરાયા છીએ પ્રભુ અમે આજ
કરી કૃપા એનાથી, બચાવી લ્યો અમને કૃપાનિધાન
માર્ગ બતાવી દ્યો આજ, મિટાવી દ્યો ભવભવની જંજાળ
નિરાશાના કરવાને બંધ દ્વાર, પ્રભુ પધારો તમે આજ
આશનો દીવડો જોજે પ્રભુ જાયના ઓલવાઈ, તમે પધારો આજ
ના કરો પ્રભુ તમે હવે કોઈ વિચાર, વાલા પધારો તમે આજ
છીએ ગુન્હેગાર અમે તારા રે બાળ ના લગાડો હવે વાર
વિશ્વાસની જ્યોતને જગાવ પ્રભુ, મારે વહારે આજ આવ
કરીને ગુન્હા સઘળા માફ, નવી રાહ અમને બતાવ, પ્રભુ વહારે આવો
પ્રભુ વારે આવો મારી, આજ ના લગાડો હવે વાર