View Hymn (Bhajan)

Hymn No. 1125 | Date: 05-Jan-19951995-01-05જીવનના આ જંગમાં રે દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-a-jangamam-re-dushmana-chhe-jaja-dosta-bahu-ochha-reજીવનના આ જંગમાં રે દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રે

લડવૈયો બનીને લડવું છે રે મારે, જીતવો છે આ જંગને રે

પડશે શક્તિની જરૂર તો ખૂબ, રે દેજો શક્તિ તમે દાતા રે

નથી કાંઈ છૂપું તમારાથી, છો તમે આ જગના જ્ઞાતા રે

ના વેડફુ વ્યર્થ શક્તિ તમારી, દેજો એવા આશિષ મને દાતા રે

કરું સદઉપયોગ હર ક્ષણનો, સદભાવ હૈયામાં એવા ભરજો રે

લડતો રહું હર ક્ષણ મારા વિકારો સામે, મેળવું એની પર જીત રે

હર એક વૃત્તિ પર મારી, સમય સહિત મેળવી શકું કાબૂ રે

આશિષ મને આપજો એવા મારા અંતરયામી રે

ના રહે અંતર અંતર વચ્ચે, સમાવી મને તમે તમારામાં લેજો રે

જીવનના આ જંગમાં રે દુશ્મન છે ઝાઝા, દોસ્ત બહુ ઓછા રે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvananā ā jaṁgamāṁ rē duśmana chē jhājhā, dōsta bahu ōchā rē

laḍavaiyō banīnē laḍavuṁ chē rē mārē, jītavō chē ā jaṁganē rē

paḍaśē śaktinī jarūra tō khūba, rē dējō śakti tamē dātā rē

nathī kāṁī chūpuṁ tamārāthī, chō tamē ā jaganā jñātā rē

nā vēḍaphu vyartha śakti tamārī, dējō ēvā āśiṣa manē dātā rē

karuṁ sadaupayōga hara kṣaṇanō, sadabhāva haiyāmāṁ ēvā bharajō rē

laḍatō rahuṁ hara kṣaṇa mārā vikārō sāmē, mēlavuṁ ēnī para jīta rē

hara ēka vr̥tti para mārī, samaya sahita mēlavī śakuṁ kābū rē

āśiṣa manē āpajō ēvā mārā aṁtarayāmī rē

nā rahē aṁtara aṁtara vaccē, samāvī manē tamē tamārāmāṁ lējō rē
Explanation in English Increase Font Decrease Font

In this battle of life, there are more enemies (inner enemies), there are very few friends

I want to fight as a warrior, I want to win this battle oh God,

I will need your energy, please give me your energy , oh benevolent God

There is nothing hidden from you, you are the the learned one

I should not waste this energy of yours, give me such blessings, Oh benevolent one

I should make good use of every moment, fill such good emotions in my heart

Fight every moment, I should against my vices, I should achieve victory over it, Oh God

On each and every whirlpool of my thoughts, I should achieve control within right time

Give me such blessings, oh omniscient, there should remain no difference within, please merge me within you.