View Hymn (Bhajan)
Hymn No. 235 | Date: 18-Jul-19931993-07-181993-07-18જીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivavum-hatum-jema-jivana-jivana-to-ema-na-jivayumજીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયું,
કરવું હતું જીવનમાં જે, ના એ તો થયું, જીવવું હતું …..
જીવન તો આંખુ ન કરવાના વિચારમાં વહી ગયું,
વિચાર ને વિચારમાં કરવાનું કાર્ય ના થઈ શક્યું,
જાણે અજાણે ના કરવાનું કર્યું, પણ કરવા જેવું ના …
હિંમતથી જીવવું હતું, પણ ડરથી જ જીવ્યા
કરી ખોટા હિંમતના દાવા જીવનમાં, ડરતા ને ડરતા રહ્યા
સામનો કરવો હતો પહાડ જેમ તુફાનનો,
તો આંધી આવતા ઝૂકી અમે તો ગયા …..
પ્રેમના પંખી બનીને ઊડવું હતું હવામાં અમને
વેરના પાંજરાથી મુક્ત ના થઈ શક્યા, જીવન …..
જીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયું