View Hymn (Bhajan)
Hymn No. 236 | Date: 18-Jul-19931993-07-181993-07-18સમજાવે મને ઘણું ઘણું જીવનમાં, ના એમાંથી કાંઈ સમજુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samajave-mane-ghanum-ghanum-jivanamam-na-emanthi-kami-samajumસમજાવે મને ઘણું ઘણું જીવનમાં, ના એમાંથી કાંઈ સમજું,
સમજવાનું છોડીને પ્રભુ ના સમજવાનું સમજું, હું તો બસ ના કરવાનું કરું
સમજદારીભરી વાતો તારી ના આવે મારી સમજમાં
બેસમજ ત્યાં તો ઊભી કરું હું તો, બસ આવું ને આવું
સંજોગોને ભૂલું હું તો શબ્દોને પકડું
સમજવાનું ભૂલી, હું તો ખોટા વિચારોને જકડું
ત્યાં કેમ કરી સમજું તને, હું કેમ કરી સમજું
સમજાવે જ્યારે ત્યારે ના હું તો સાંભળુ
સમજું અગર તને તો ખોટું ને ખોટું
સમજાવે તું ઘણું ઘણું જીવનમાં, તોય હું તો ના સમજું
સમજાવે મને ઘણું ઘણું જીવનમાં, ના એમાંથી કાંઈ સમજું