જોઈએ છે ખુશી જીવનમાં, ખુશ રહેવું ગમતું નથી
છે એવી હાલત અમારી કે, ખુદની ખુદને ખબર પડતી નથી
દુઃખદર્દમાં રહી રહીને પડી છે આદત તો એવી, ખુશી બરદાસ્ત થાતી નથી
શાંતિ તો મળે છે અમને પણ, અમે એને પચાવી શકતા નથી
મળે છે મુકામ અમને જીવનમાં, પણ એક ઠેકાણે અમે ટકી શકતા નથી
ભટકવાની તાકાત નથી અમારામાં, તોય ભટક્યા વિના રહેતા નથી
ખુદની હાલત ને ખુદની પરિસ્થિતિ, બદલાયા વિના રહેવું નથી
બદલી લાવવા કાજે રહેવું છે ખુશ હરહાલમાં, જે અમારાથી રહેવાતું નથી
લાગે છે બહુ સહેલી વાત ખુશ રહેવું, પણ એ કાંઈ એટલું સહેલું નથી
અનુભવ્યું ત્યારે જાણ્યું, બાકી આ વાત પર, કોઈ દલીલ અમને કરવી નથી
- સંત શ્રી અલ્પા મા
jōīē chē khuśī jīvanamāṁ, khuśa rahēvuṁ gamatuṁ nathī
chē ēvī hālata amārī kē, khudanī khudanē khabara paḍatī nathī
duḥkhadardamāṁ rahī rahīnē paḍī chē ādata tō ēvī, khuśī baradāsta thātī nathī
śāṁti tō malē chē amanē paṇa, amē ēnē pacāvī śakatā nathī
malē chē mukāma amanē jīvanamāṁ, paṇa ēka ṭhēkāṇē amē ṭakī śakatā nathī
bhaṭakavānī tākāta nathī amārāmāṁ, tōya bhaṭakyā vinā rahētā nathī
khudanī hālata nē khudanī paristhiti, badalāyā vinā rahēvuṁ nathī
badalī lāvavā kājē rahēvuṁ chē khuśa harahālamāṁ, jē amārāthī rahēvātuṁ nathī
lāgē chē bahu sahēlī vāta khuśa rahēvuṁ, paṇa ē kāṁī ēṭaluṁ sahēluṁ nathī
anubhavyuṁ tyārē jāṇyuṁ, bākī ā vāta para, kōī dalīla amanē karavī nathī
Explanation in English
|
|
Want happiness in life, yet we do not like to remain happy.
Such is our state that we don’t even know about our own self.
We have got so used to staying in pain and grief, that we cannot tolerate happiness.
We get peace in life but we are not able to digest that.
We get our destination in life, but we are not stable in one thing.
We don’t have the strength in us to wander here and there yet we can’t help but wander.
We cannot stay without changing our state and our circumstances.
To bring the change, we want to remain happy in any circumstance, which we are not able to remain.
It appears very simple to be happy, but it is not a simple task.
When we experience it, we realise it; there is no argument about it.
|