View Hymn (Bhajan)

Hymn No. 2047 | Date: 14-Mar-19971997-03-14ખેડાઈ નથી હૈયાની ધરતી હજી, પૂરી હરિયાલી હજી છાઈ નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khedai-nathi-haiyani-dharati-haji-puri-hariyali-haji-chhai-nathiખેડાઈ નથી હૈયાની ધરતી હજી, પૂરી હરિયાલી હજી છાઈ નથી

કરી છાંટણાં પ્યારભર્યા જળનાં, પ્રભુ તમે છુપાણા એ વાત ઠીક નથી

બાકી છે ઘણુંઘણું કરવાનું હજી તો, પૂરી શરૂઆત બી થઈ નથી

અજાણી ડગર પર એકલાઅટૂલા મૂકી અમને, તમે છુપાયા એ વાત ઠીક નથી

માનીએ છીએ અમે મજબૂર ઘણા પણ, તમારી તો કોઈ મજબૂરી નથી

તો કર્યાં તમે આ વર્તન પ્રભુ અમારી સંગ, એ વાત કાંઈ ઠીક નથી

છીએ લાચાર ને બેબસ અમે તો પૂરા, બેબસી હજી પૂરી મટી નથી

ત્યાં બેચેની આપીને પ્રભુ તમે છુપાણા, એ વાત કાંઈ ઠીક નથી

મીટ્યા નથી ભેદભાવ દિલથી પૂરા ત્યાં, તમે છુપાયા એ વાત ઠીક નથી

જગાવી દિલમાં પ્રભુમિલનની પ્યાસ ને આંખોથી ઓઝલ થવું એ વાત ઠીક નથી

ખેડાઈ નથી હૈયાની ધરતી હજી, પૂરી હરિયાલી હજી છાઈ નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

khēḍāī nathī haiyānī dharatī hajī, pūrī hariyālī hajī chāī nathī

karī chāṁṭaṇāṁ pyārabharyā jalanāṁ, prabhu tamē chupāṇā ē vāta ṭhīka nathī

bākī chē ghaṇuṁghaṇuṁ karavānuṁ hajī tō, pūrī śarūāta bī thaī nathī

ajāṇī ḍagara para ēkalāaṭūlā mūkī amanē, tamē chupāyā ē vāta ṭhīka nathī

mānīē chīē amē majabūra ghaṇā paṇa, tamārī tō kōī majabūrī nathī

tō karyāṁ tamē ā vartana prabhu amārī saṁga, ē vāta kāṁī ṭhīka nathī

chīē lācāra nē bēbasa amē tō pūrā, bēbasī hajī pūrī maṭī nathī

tyāṁ bēcēnī āpīnē prabhu tamē chupāṇā, ē vāta kāṁī ṭhīka nathī

mīṭyā nathī bhēdabhāva dilathī pūrā tyāṁ, tamē chupāyā ē vāta ṭhīka nathī

jagāvī dilamāṁ prabhumilananī pyāsa nē āṁkhōthī ōjhala thavuṁ ē vāta ṭhīka nathī