View Hymn (Bhajan)
Hymn No. 2044 | Date: 14-Mar-19971997-03-141997-03-14દિલ તોડીને દિલ સાથે ખેલવું, વાત મામૂલી થતી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dila-todine-dila-sathe-khelavum-vata-mamuli-thati-jaya-chheદિલ તોડીને દિલ સાથે ખેલવું, વાત મામૂલી થતી જાય છે
આજકાલના આ દૌરમાં તો, દિલોની કિંમત અંકાય છે
ખરીદદારો તો ઘટતા રહ્યા છે, ધોખેબાજોની સંખ્યા વધતી જાય છે
હસતા ખેલતા દિલને રડતું ને તડપતું જોવામાં, એમને આનંદ મળી જાય છે
કેમ પામે ધ્યેયને પોતાના જ્યાં પૂર્ણપણે, ધ્યેયથી વિમુખ જાય છે
મરજી આવે તેમ ને મનફાવે તેમ, પોતાનું વર્તન કરતા જાય છે
ભૂલી જાય છે જીવન સત્યને, વિકારોના નશામાં એવા ડૂબી જાય છે
સાધારણોની તો વાત ક્યાં કરવી, પ્રભુને બી ઠુકરાવતો જાય છે
કોમળ ફૂલને જુએ ને એની અંદર, એ તો કાંટા ભોંકતા જાય છે
વિષ્ટાના એ કીડાઓ, વિષ્ટામાં ને વિષ્ટામાં સડતા જાય છે
દિલ તોડીને દિલ સાથે ખેલવું, વાત મામૂલી થતી જાય છે