જોઈને મારી આંખમાં આંસુ, પ્રભુ તું કેમ દુઃખી થાય છે
મિલનથી આપણા, પ્રભુ તું શું કામ ગભરાય છે
જાણે છે તું જ્યાં બધું, ત્યાં આસું ના ભેદથી ના તું અજાણ છે
નથી દુઃખ દર્દના આસું, કે ના કોઈ ફરિયાદ છે
છે એ તો તડપન હૈયાની, જે આંખેથી સરી જાય છે
કરું છું કોશિશ રોકવાની, તોય એ તો વહી જાય છે
થઈને દુઃખી પ્રભુ તું કેમ, લાગેલી આગ પર પાણી ફેરવી જાય છે
છે તારા પ્રેમની આ નિશાની, મારા આંખે આસું તારાથી ના જોવાય છે
છે આ હકીકત પ્રભુ, તો પછી રાહ કોની જોવાય છે
ના જોવા હોય આસું તને મારી આંખમાં, તો ઉપાય એનો તો તારી પાસે છે
મિટાવી દે દૂરી આપણી વચ્ચેની, બસ એક જ ઇલાજ છે
- સંત શ્રી અલ્પા મા
jōīnē mārī āṁkhamāṁ āṁsu, prabhu tuṁ kēma duḥkhī thāya chē
milanathī āpaṇā, prabhu tuṁ śuṁ kāma gabharāya chē
jāṇē chē tuṁ jyāṁ badhuṁ, tyāṁ āsuṁ nā bhēdathī nā tuṁ ajāṇa chē
nathī duḥkha dardanā āsuṁ, kē nā kōī phariyāda chē
chē ē tō taḍapana haiyānī, jē āṁkhēthī sarī jāya chē
karuṁ chuṁ kōśiśa rōkavānī, tōya ē tō vahī jāya chē
thaīnē duḥkhī prabhu tuṁ kēma, lāgēlī āga para pāṇī phēravī jāya chē
chē tārā prēmanī ā niśānī, mārā āṁkhē āsuṁ tārāthī nā jōvāya chē
chē ā hakīkata prabhu, tō pachī rāha kōnī jōvāya chē
nā jōvā hōya āsuṁ tanē mārī āṁkhamāṁ, tō upāya ēnō tō tārī pāsē chē
miṭāvī dē dūrī āpaṇī vaccēnī, basa ēka ja ilāja chē
Explanation in English
|
|
Seeing tears in my eyes, why do you Oh God become sad?
Why are you scared oh God of our union?
You know everything , there you are not ignorant of the secret of the tears
These tears are not due to any suffering or pain nor are they due to any complaints
It is the longing of the heart which flow from the eyes
I am trying to stop them, still they just overflow
By becoming sad Oh God, why do you put water over the burning fire?
It is the sign of your love that you cannot see the tears in my eyes
It is the truth so what is the wait for?
If you do not want to see tears in my eyes, the solution lies with you
Abolish the distance between us, that is the only solution.
|