View Hymn (Bhajan)
Hymn No. 1344 | Date: 21-Aug-19951995-08-211995-08-21નથી જે જુદો મારાથી તોય જુ,દાઈ એની મને સતાવે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-je-judo-marathi-toya-judai-eni-mane-satave-chheનથી જે જુદો મારાથી તોય જુ,દાઈ એની મને સતાવે છે
વસ્યો છે એ તો મારા દિલમાં, તોય ખૂબ દૂર ને દૂર એ લાગે છે
સમજાય પણ આ વાત, તોય સ્વીકાર એનો મારાથી ના થાય છે
છોડવા નિકળ્યો છું આકર્ષણોને, તોય આકર્ષણો ખેંચી મને જાય છે
ખેંચાઊં છું જ્યાં ખોટા આકર્ષણોમાં, ત્યાં છે છતાં નથીનો અહેસાસ થાય છે
ખબર હોવા છતાં, વાસ્વિક્તાથી જીવ મારો ગભરાય છે
આકારના આભાસ વચ્ચે રહેલો જીવ, અંધકારથી ગભરાય છે
વસે છે મારી નજરમાં છતાં, નજરથી તું મારી ના દેખાય છે
તને જોવા કાજે નજર મારી, સતત તડપતી ને તડપતી રહી જાય છે
લીલા પ્રભુ છે બહુ રે ન્યારી, જે ખેલ નવા ખેલાવતી જાય છે
નથી જે જુદો મારાથી તોય જુ,દાઈ એની મને સતાવે છે