View Hymn (Bhajan)
Hymn No. 1342 | Date: 16-Aug-19951995-08-161995-08-16કરું ગણતરી ઘણી ઘણી, તોય કાચીને કાચી રહી રે જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karum-ganatari-ghani-ghani-toya-kachine-kachi-rahi-re-jayaકરું ગણતરી ઘણી ઘણી, તોય કાચીને કાચી રહી રે જાય
કરવા મથું છું ગણતરી પાકી, તોય કાચી ને કાચી રહી રે જાય
કરું શરૂ કયાંથી ને કરું ખતમ એને કયાં, પણ એ મને ના સમજાય
ક્યારેક એક વધુ તો ક્યારેક એક ઓછું રે થાય, ગણતરી બરોબર તો ના થાય
ક્યાંક ને ક્યાંક કાંઈ ગોટાળો તો થઈ રે જાય, ગણતરી મારી ત્યાં કાચી થાય
કરે છે પ્રભુ તું ગણતરી કઈ રીતે, અંદાજ એ તારો મને ના સમજાય
કરું છું કોશિશ એ સમજવાની, પણ એ સમજની બહાર ને બહાર રહી જાય
ક્યારેક શાંતી તો ક્યારેક પરેશાની, મારી એમાં વધતી ને વધતી જાય છે
તારું કામ કરવા જાઉં છું જ્યાં, કામ મારું અધૂરું ત્યાં રહી જાય છે
સમજાય જ્યાં આ વાત ત્યાં, હેરાનગતિ મારી વધી જાય છે
કરું ગણતરી ઘણી ઘણી, તોય કાચીને કાચી રહી રે જાય