View Hymn (Bhajan)
Hymn No. 1170 | Date: 28-Jan-19951995-01-281995-01-28સંજોગોના સંતાપથી, સમજદારી ખોવાઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogona-santapathi-samajadari-khovai-jaya-chheસંજોગોના સંતાપથી, સમજદારી ખોવાઈ જાય છે
ખોવાઈ જતા સમજદારી, વિશ્વાસ હલી જાય છે
હલે છે જ્યાં વિશ્વાસ ત્યાં ગુનાહ નવો થઈ જાય છે
થાય છે જ્યાં ગુનાહ, ત્યાં ગુનેગાર બની જવાય છે
ગુનેગાર બનતા પ્રભુ, માનવો તારો આભાર ભૂલી જવાય છે
ના માન્યો જ્યાં આભાર તારો, ત્યાં ભાર ખુદનો વધી જાય છે
ભાર ખુદનો વધવાથી, તરવાને બદલે ડૂબી જવાય છે
ડૂબવાથી સમુંદરમાં, ગુંગળામણ ઘણી રે થાય છે
એ ગુંગણામણમાં જો તારું નામ સ્મરણ થઈ જાય છે
થાતા તારું નામ સ્મરણ, ઉદ્ધાર અમારો થઈ જાય છે
સંજોગોના સંતાપથી, સમજદારી ખોવાઈ જાય છે