View Hymn (Bhajan)
Hymn No. 4755 | Date: 04-Nov-20182018-11-042018-11-04કહેનાર તો કહી રહ્યા છે, કહેનાર તો કહી ગયા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kahenara-to-kahi-rahya-chhe-kahenara-to-kahi-gaya-chheકહેનાર તો કહી રહ્યા છે, કહેનાર તો કહી ગયા છે
સાંભળનારની મૂંઝવણ તોય શું દૂર થઈ છે
ઋષિમુનિઓ સાધુ-સંતો, વાત તો આ દહોરાવી રહ્યા છે
સાંભળનારે સાંભળી છે વાત એમની, કે માથું હલાવતા રહ્યા છે
એ જ પલછીન, એ જ સુખદુઃખ, એ જ ફરિયાદોમાં રહ્યા છે
રડવાનું શીખી લીધું છે એવું, કે રડતા ને રડતા તો રહ્યા છે
ના થાય અમારાથી, ના કરી શકીએ અમે, વાત આ વાગોળતા રહ્યા છે
વિશ્વાસ ધરીને હૃદયમાં, ના કાર્ય કોઈ કર્યાં છે
સત્ય પોકારી પોકારીને કહ્યા પછી પણ, જગતમાં તો અજ્ઞાની વધ્યા છે
સંતના સંગ પછી પણ, મૂઢતા જીવનમાંથી ના મટી છે
પોતાની સંગ રહ્યા અજાણ્યા, તોય વાત ના ખટકે છે
કરો વિચાર જરા, શું આ વાત સત્ય છે
રહીને સંતોના સંગે, સાંભળીને એમની વાણી, મૂંઝવણ તમારી દૂર થઈ છે
જિમ્મેદારી ઝટકવાની વાતને, સમજદારી સાચી ના ગણાય છે
સાંભળ્યા પછી ના થાય જીવનમાં પરિવર્તન, એને સાંભળ્યું ના કહેવાય છે
અંતરના આનંદમાં રમવું સતત એ તો, પથ પર ચાલ્યા વગર ના થાય છે
કહેનાર તો કહી રહ્યા છે, કહેનાર તો કહી ગયા છે