View Hymn (Bhajan)
Hymn No. 4756 | Date: 04-Nov-20182018-11-042018-11-04કરીએ કોશિશ ખાલી ન જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karie-koshisha-khali-na-jayaકરીએ કોશિશ ખાલી ન જાય,
જાય ખાલી તો કોશિશ કરી ન કહેવાય
નામ દઈને કોશિશ કરીએ તો, ફળ એનું એ દેતી રે જાય
યુગ બદલાય ભલેને, પરિવર્તનનું નર્તન સતત ચાલુ ને ચાલુ રહે સદાય
જીવ આખર સમાય શિવમાં, અંત એનો તો જ થાય
સનાતન આ સત્ય તો ક્યારેય ના બદલાય
નદી આખર તો સમુદ્રમાં જ સમાય ...
કરીએ કોશિશ ખાલી ન જાય