View Hymn (Bhajan)
Hymn No. 4754 | Date: 04-Nov-20182018-11-042018-11-04સમયની સંગ આપણે રહીએ, ચાલો સમય સંગ સાતતાળી આપણે રમીએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=samayani-sanga-apane-rahie-chalo-samaya-sanga-satatali-apane-ramieસમયની સંગ આપણે રહીએ, ચાલો સમય સંગ સાતતાળી આપણે રમીએ
રમી રહ્યા છીએ જન્મોજન્મથી, રમતને પૂરી આપણે કરીએ
સમયનાં કામ સમય પર પૂરાં કરીએ, ચાલો સાતતાળી આપણે રમીએ
રવિને પકડવા જઈએ ત્યાં જાય સોમ ભાગી, સોમ પાસે પહોંચતાં જ
આવી જાય મંગળ થઈને રાજી રાજી, સમયચક્રને પકડવા ના જઈએ
દોર છે એનો તો પ્રભુના હાથમાં, કરવાનું કામ આપણે તો કરીએ
સમયમાં રહી, સમયમાં જસ્યનું કામ કરી, લક્ષને આપણે સાધીએ
સમયની પાછળ-આગળ દોડવાની વાત ભૂલી, સમયને સમય પર પહેચાનીએ
પળ પળ નો અહેસાસ કરી, શ્વાસ એવી રીતે આપણે લઈએ
તૂટે માળા વીખરે મોતી એ પહેલાં ગૂંથી, માળા પ્રભુજીને અર્પણ કરીએ
સમયની સંગ આપણે રહીએ, ચાલો સમય સંગ સાતતાળી આપણે રમીએ