View Hymn (Bhajan)
Hymn No. 1926 | Date: 27-Dec-19961996-12-271996-12-27કંઈક ખીલેલાં પુષ્પો મૂરઝાયાં, કંઈક બંધ કળી ખીલી, કંઈક ઋતુ આવી ને ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kamika-khilelam-pushpo-murajayam-kamika-bandha-kali-khili-kamika-rituકંઈક ખીલેલાં પુષ્પો મૂરઝાયાં, કંઈક બંધ કળી ખીલી, કંઈક ઋતુ આવી ને ગઈ
છું હું જ્યાં ત્યાંનો ત્યાં જ છું પ્રભુ, મારી મંઝિલ હજી મને ના મળી
રહી છે એ તો સતત મારી સામે ને સામે, તોય ઝલક એની મને ક્યાંય ના મળી
નાચ નાચતો રહ્યો હું નવાનવા, પણ મારી હાલતમાં બદલી ના આવી
આવ્યો તારા દ્વાર પર તોય પ્રભુ, મારી ઝોલી તો ખાલી ને ખાલી રહી
ના સમજી શક્યો હું તારી ઇશારતને પ્રભુ સમજણ મારી તો કાચી ને કાચી રહી
જીતી હશે જીવનમાં ઘણી બાજીઓ જીવનની, બાજી પર હજી જીત ના મળી
દર્દ તો મારું બરકરાર રહ્યું એ દર્દની દવા મને હજી ના મળી
કરું તો શું કરું સદા મૂંઝાયો જીવનમાં, સાચી વાતની ખબર મને ના પડી
બસ એમાં ને એમાં વીતી ગયો સમય, ને મંઝિલ મારી તો દૂર ને દૂર તો રહી
કંઈક ખીલેલાં પુષ્પો મૂરઝાયાં, કંઈક બંધ કળી ખીલી, કંઈક ઋતુ આવી ને ગઈ