View Hymn (Bhajan)
Hymn No. 1927 | Date: 27-Dec-19961996-12-271996-12-27સંકુચિત વિચારો અમારા ને સંકુચિત ભાવો પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાનાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sankuchita-vicharo-amara-ne-sankuchita-bhavo-prabhu-nathi-kami-tane-akarshiસંકુચિત વિચારો અમારા ને સંકુચિત ભાવો પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાના
ખોટા આડંબરો ને ખોટા ઢોંગ ધતિંગ પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાના
અધકચરી કોશિશો ને અહમના ઉપાડા પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાનાં
જૂઠી પ્રશંસા ને વાતોની ખોટી બડાશ પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાનાં
કરીએ અમે લાખ યત્નો પણ અયોગ્ય યત્નો પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાના
તને આકર્ષવા કાજે ખોટાં નાચ-નખરાં અમારાં, નથી કાંઈ કામ આવવાનાં
છે જ્યાં વિશાળતા હૈયામાં ને વિચારોમાં પ્રભુ, તમે તો ત્યાં આકર્ષાવાના
સાચા દિલનો પ્યાર મળે જ્યાં તમને, તમે તો ત્યાં ને ત્યાં જ રહેવાના
સંકુચિત વિચારો અમારા ને સંકુચિત ભાવો પ્રભુ, નથી કાંઈ તને આકર્ષી શકવાના