View Hymn (Bhajan)
Hymn No. 4669 | Date: 03-Feb-20182018-02-032018-02-03કણેકણમાં તમે વ્યાપ્ત છો, હર જીવને સહજ તમે પ્રાપ્ત છોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kanekanamam-tame-vyapta-chho-hara-jivane-sahaja-tame-prapta-chhoકણેકણમાં તમે વ્યાપ્ત છો, હર જીવને સહજ તમે પ્રાપ્ત છો
સમજની આસપાસ છો, દૃષ્ટિની તમે પ્યાસ છો
હૃદયનો તમે પોકાર છો, ને મનની પેલે પાર છો
બુધ્દિની તમે બહાર છો, વાદવિવાદ ની પાર છો
ગુણોથી ભરપૂર છતાંય, નિર્ગુણ નિરાકાર છો
પ્રેમની અનુભૂતિ ને દર્દનો તમે પોકાર છો
કૃપાના તમે સાગર ને વિશ્વાસના તમે શ્વાસ છો
હર જીવની મંઝિલ ને હર જીવના તમે ચેન છો
કણેકણમાં તમે વ્યાપ્ત છો, હર જીવને સહજ તમે પ્રાપ્ત છો