View Hymn (Bhajan)
Hymn No. 4668 | Date: 03-Feb-20182018-02-032018-02-03રઝળતાં ને રખડતાં કદમોને, સાચી રાહ આપે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=rajalatam-ne-rakhadatam-kadamone-sachi-raha-ape-chheરઝળતાં ને રખડતાં કદમોને, સાચી રાહ આપે છે
મંઝિલહીન જીવનને, સાચી મંઝિલ આપે છે
નિષ્પ્રાણ વહેતા શ્વાસોમાં, પ્રાણ પૂરે છે
અસ્તવ્યસ્ત જીવનમાં, સ્થિરતા આપે છે
ઉદાસી ને નિરાશા હરી, નવચેતનથી સભર બનાવે છે
સુસ્ત જીવનમાં, નિતનવા તરંગોથી સીંચે છે
દર્દમાં ચેન ને ચેનમાં દર્દ, એ તો જગાડે છે
હસ્તી ખુદની મિટાવી, એકરૂપતા એ તો આપે છે
અધૂરપ સઘળી હરી, પરિપૂર્ણતા એ તો પ્રદાન કરે છે
આનંદ ને મસ્તીથી, જીવનને એ તો મહેકાવે છે
અમોઘ ઔષધ છે જીવનને, જીવન એ તો આપે છે
પામરતાની રાહેથી, અમરતાની મંઝિલે પહોંચાડે છે
રઝળતાં ને રખડતાં કદમોને, સાચી રાહ આપે છે