View Hymn (Bhajan)
Hymn No. 4671 | Date: 20-Feb-20182018-02-202018-02-20શું લખું જ્યાં કાંઈ આવડતું નથી, શું કહું જ્યાં કાંઈ સમજાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shum-lakhum-jyam-kami-avadatum-nathi-shum-kahum-jyam-kami-samajatum-nathiશું લખું જ્યાં કાંઈ આવડતું નથી, શું કહું જ્યાં કાંઈ સમજાતું નથી
પ્રભુ અંતરની અવસ્થાથી મારી પરિચિત છે તું, અજાણ તું એનાથી નથી
અંતરમાં અંતરની હજી પહેચાન નથી, હજી શાંતિનો વાસ નથી
સમજમાં તારી સમજદારી નથી, મારી આ અવસ્થાથી તું અજાણ નથી
અનુભવ આપે છે તું હરઘડી, તોય અંતરનું અંતર ઘટતું નથી
માયામાં લપેટાયેલા આ જીવને, માયા વગર કાંઈ દેખાતું નથી
ફરિયાદ ને ફરિયાદ કરવાની પડી હોય આદત જેને, એને ચેન ક્યાંય નથી
અશાંત ને ભટકતા મનની અવસ્થા, કોઈને કહેવાની જરૂર નથી
ના ભૂલવાનું ભુલું સહુથી પહેલાં, ભૂલવાનું તો ભુલાતું નથી
પળએક મારી વીતે છે કેવી, તને એ તો કહેવાની તો જરૂર નથી
શું લખું જ્યાં કાંઈ આવડતું નથી, શું કહું જ્યાં કાંઈ સમજાતું નથી