View Hymn (Bhajan)
Hymn No. 4689 | Date: 21-Mar-20182018-03-212018-03-21કરતા વિચાર અનુભવ તો એનો થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karata-vichara-anubhava-to-eno-thaya-chheકરતા વિચાર અનુભવ તો એનો થાય છે
હરએક કાર્ય એ જ કરી રહ્યો છે, એ સમજાય છે
અસ્તિત્વહીન અસ્તિત્વનોં ત્યાં તો અંત થાય છે
શું કરી શકશે માયા પછી, જ્યાં ચલણ એનું ખતમ થાય છે
થાય છે શરૂ જ્યાં હદ ઈશની, ત્યાં ના કાંઈ બીજું રહે છે
કણેકણમાંથી એ પ્રખર થઈ સામે આવી જાય છે
કાને સંભળાય ના ભલે, હૈયું સ્પંદન તો ઝીલતુ જાય છે
અનુભવે અનુભવે એનો અનુભવ, દૃઢ તો થાતો જાય છે
વિવિધતામાં એ જ તો રમતો દેખાય છે
આખરકાર બધે એ જ તો રહી જાય છે
કરતા વિચાર અનુભવ તો એનો થાય છે