View Hymn (Bhajan)
Hymn No. 1939 | Date: 11-Jan-19971997-01-111997-01-11કરતો ને કરતો રહ્યો છે પ્રભુ પોતાનું કાર્ય, એ કોઈના રોકેથી રોકાયો નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karato-ne-karato-rahyo-chhe-prabhu-potanum-karya-e-koina-rokethi-rokayoકરતો ને કરતો રહ્યો છે પ્રભુ પોતાનું કાર્ય, એ કોઈના રોકેથી રોકાયો નથી
કરતો રહ્યો છે એ બધું જે છે એને કરવાનું, એમાં રાહ એણે કોઈની જોઈ નથી
કર્તવ્ય બજાવતો રહ્યો છે એ તો સદા પોતાનું ,ભૂલ એમાં એ ભૂલીને બી કરતો નથી
પોતાના કાર્ય પર રાખ્યું છે લક્ષ એણે, અન્ય સંગ સરખામણી એણે કરી નથી
કોઈ માને એના ઉપકારનો આભાર કે ના માને, એનાથી એને કાંઈ ફરક પડ્યો નથી
કર્યા છે સેંકડો ઉપકાર એણે તો બધા પર, એની ગણતરી એણે માંડી નથી
ના માને અગર કોઈ એનો આભાર, તેથી એણે તેના કાર્યને અટકવ્યું નથી
છે એના દિલમાં તો સહુન કાજે એટલો જ પ્યાર, ફરક એમાં એણે રાખ્યો નથી
સમજી લે ને શીખી લે માનવી આ વાતને જીવનમાં, તો દુઃખી એ કદી થાતો નથી
જાણી લે સહુ કોઈ પોતપોતાનું સાચું કર્તવ્ય, તો ખોટી વ્યાધિ ઉપાધિ રહેતી નથી
કરતો ને કરતો રહ્યો છે પ્રભુ પોતાનું કાર્ય, એ કોઈના રોકેથી રોકાયો નથી