View Hymn (Bhajan)
Hymn No. 1935 | Date: 31-Dec-19961996-12-311996-12-31શું થાશે, કેમ થાશે, એની ફિકર ચિંતા, જીવનમાં મારે હવે કરવી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shum-thashe-kema-thashe-eni-phikara-chinta-jivanamam-mare-have-karaviશું થાશે, કેમ થાશે, એની ફિકર ચિંતા, જીવનમાં મારે હવે કરવી નથી
હશે જે થવાનું જ્યારે તે થાશે, એની વધારે ફિકર મારે તો કરવી નથી
કરી કરીને આવી ખોટી ચિંતા જીવનમાં, મારે વધારે દુઃખી થવું નથી
સંજોગોના સંતાપથી જીવનમાં, મારે હવે ડરવું નથી
કરવું છે જે જીવનમાં મારે હવે એને, પાર પાડ્યા વિના રહેવું નથી
પ્રભુ ચાહું છું શરણ તારું હું, એના વિના બીજું કાંઈ મારે જોઈતું નથી
કોલસાના ઢગ પર બેસીને, કપડાં કાળાં મારે કરવાં નથી
પ્રભુ તારી મહોબતની રીત-રસ્મને, હવે સમજ્યા વગર રહેવું નથી
ત્રાસી ચૂક્યો છું કાલના વિચારથી, હવે વધારે ત્રાસવું નથી
મારી પળેપળ પર લખવું છે નામ તારું પ્રભુ, મારી પળને અમર બનાવ્યા વિના રહેવું નથી
શું થાશે, કેમ થાશે, એની ફિકર ચિંતા, જીવનમાં મારે હવે કરવી નથી