View Hymn (Bhajan)
Hymn No. 200 | Date: 05-Jun-19931993-06-051993-06-05કરતો રહ્યો ગોપીઓને ઘેલી ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karato-rahyo-gopione-gheli-o-kana-tum-karato-rahyo-gopione-gheliકરતો રહ્યો ગોપીઓને ઘેલી ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી,
છેડી તારી મીઠી મીઠી બાંસુરી ઓ કાન, તું કરતો …..
તારા રૂપથી તે એને લલચાવી ઓ કાન, તું કરતો …..
તારા નયનોથી એને નચાવી ઓ કાન, તું કરતો …..
તીર મારીને એના દિલ પર ઓ કાન, તું કરતો ……
તારા રાસે તેં એને રમાડી ઓ કાન, તું કરતો …..
તારા પ્રેમમાં તેં એને પીગાળી ઓ કાન, તું કરતો …..
બની ગઈ ગોપીઓ ઘેલી ઓ કાન, આજ થઈ ગઈ, તું કરતો …..
સૂધબૂધ ખોઈ પોતાના ઓ કાન, તું કરતો …..
થઈ ગઈ તારી ને તારી ઓ કાન, તું કરતો …..
કરતો રહ્યો ગોપીઓને ઘેલી ઓ કાન, તું કરતો રહ્યો ગોપીઓને ઘેલી