View Hymn (Bhajan)
Hymn No. 201 | Date: 05-Jun-19931993-06-051993-06-05તૂટતા શ્વાસોને મારા જોડ્યા, ઓ પ્રભુ જોડ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tutata-shvasone-mara-jodya-o-prabhu-jodyaતૂટતા શ્વાસોને મારા જોડ્યા, ઓ પ્રભુ જોડ્યા
તોય તે તો ના માંગ્યો, પ્રભુ તે તો ના માંગ્યો તારો અધિકાર
પ્રભુ કેમ કરી માનું, કેમ કરી માનું તારો રે આભાર
તૂટતી દોરીને મારી સાંધી, ગાંઠ ના એમાં બાંધી, કેમ કરી માનું …..
મારા બાંધેલા કર્મોને તોડયા તે તો છોડયા, કેમ કરી માનું …..
જીવનમાં જીવન દીધું, તે તો ઝેરને અમૃત કીધું, કેમ કરી માનું …..
મારા કષ્ટ દૂર તે તો કીધા, રાહમાં ફૂલડા બિછાવી દીધા, કેમ કરી માનું …..
આશાનો દીપ પ્રગટાવી નિરાશાને દીધી હટાવી, કેમ કરી માનું …..
હટાવી વિકારોને હૈયેથી, શુભ ભાવ એમાં ભરી દીધા
જીવનની બૂઝતી જ્યોત જલાવી, મારી ડૂબતી નાવને પાર લગાડી, કેમ કરી માનું ...
તૂટતા શ્વાસોને મારા જોડ્યા, ઓ પ્રભુ જોડ્યા