View Hymn (Bhajan)
Hymn No. 1377 | Date: 12-Oct-19951995-10-121995-10-12જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે જે નજરને ધોખો આપી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-ranga-etali-jadapathi-badalaya-chhe-ke-je-najarane-dhokho-apiજીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે જે નજરને ધોખો આપી જાય છે
ચિત્તને ભ્રમમાં ને ભ્રમમાં મુક્તા એ જાય છે, જીવનના રંગ એટલી ઝડપથી …
સમજાય કાંઈ છતાંય, કાંઈ પણ ના મને સમજાય છે, જીવનના……
મિટાવવા ચાહું છું મૂંઝવણ હું બધી, પણ મૂંઝવણમાં વધારો કરતા જાય છે
હરએક રંગ મને આપે છે જુદો અહેસાસ, એનાથી વધારે ના કાંઈ અનુભવાય છે
ઓળખી નથી શક્તો હું જીવનના રંગને, દુઃખ એનો તો સદા મને થાય છે
ઓળખ એ મારી લઈ જાય છે, પણ મને એ અજાણ્યો મૂકી જાય છે
છે ચકરાવો આ તો એવો, જેમાં સાચા કલર કરતા કલરનો આભાસ વધારે દેખાય છે
જીવનના હર રંગોમાં ના રંગાવું હોય, તોય રંગી એ મને જાય છે
પ્રભુ આપ હવે તું કોઈ મને એવો રંગ, જે મારા મનને રંગી જાય રે
જીવનના રંગ એટલી ઝડપથી બદલાય છે, કે જે નજરને ધોખો આપી જાય છે