View Hymn (Bhajan)
Hymn No. 2340 | Date: 30-Nov-19971997-11-301997-11-30કરાવવું હોય જે કાંઈ તારે મારી પાસે, એ બધું ભલે તું કરાવજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavavum-hoya-je-kami-tare-mari-pase-e-badhum-bhale-tum-karavajeકરાવવું હોય જે કાંઈ તારે મારી પાસે, એ બધું ભલે તું કરાવજે
છૂટે ના મારા હૃદયથી નામ તારું, બસ એટલું તું જરૂર મને યાદ કરાવજે
જે ભુલાવવું હોય તે ભુલાવજે જે યાદ કરવું હોય તે કરાવજે
પ્રભુ ભૂલું ના ક્ષણ એક માટે પણ તને, પ્રભુ એનું તું ધ્યાન રાખજે
નથી બદલવો મારે મારો નિર્ણય, એમાં મક્કમતા અપાવજે
દર્દ ભર્યા દિલમાં પ્રભુ, તારા પ્યારની દવા તું મને અપાવજે
સંજોગોની નથી ખબર મને, બદલી એમાં તો વારે ઘડીએ આવશે
ના આવે એની અસર મારા દિલ પર, આ વાત સદા તું ધ્યાનમાં રાખજે
તારી કૃપાના વરસાદથી નહાઈ રહ્યો છું હું, એ વરસાદ કાયમ રાખજે
તારા પ્યારમાં રહું સદા મસ્ત, મસ્તી તારા પ્યારની મને આપજે
કરાવવું હોય જે કાંઈ તારે મારી પાસે, એ બધું ભલે તું કરાવજે