View Hymn (Bhajan)
Hymn No. 2361 | Date: 01-Feb-19981998-02-011998-02-01ખબર નથી, ખબર નથી મને, તો જ્યાં કાંઈ ખબર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khabara-nathi-khabara-nathi-mane-to-jyam-kami-khabara-nathiખબર નથી, ખબર નથી મને, તો જ્યાં કાંઈ ખબર નથી
ના પૂછશો મને ત્યાં કોઈ તમે તમારો સવાલ, કે જવાબ તમને મળવાનો નથી
આપીશ ક્યાંથી હું તમને તમારો જવાબ, જ્યાં મને પૂરી ખબર નથી
જાગે છે હૈયામાં આકર્ષણો શાને, જીવનમાં મને એની પૂરી ખબર નથી
ઇચ્છાઓના દોર નચાવે છે શાને મને, જીવનમાં એની મને ખબર નથી
દર્દ આગળ કેમ ઝૂકી જાય છે ખૂમારી મારી, જીવનમાં આની મને ખબર નથી
બદલાય છે દિલના રંગો ને તરંગો, બદલાય છે કેમ એની ખબર નથી
શ્વાસોની સરગમમાં વાગે છે ધૂન શેની, એની ખબર મને પડતી નથી
ભલે હશે ખબર મને તો ઘણીઘણી, પણ આની તો મને ખબર નથી
ભલે અજાણ નથી હું જીવનમાં, પૂર્ણપણે પોતાની જાણ પણ નથી
ખબર નથી, ખબર નથી મને, તો જ્યાં કાંઈ ખબર નથી