View Hymn (Bhajan)
Hymn No. 2921 | Date: 26-Oct-19981998-10-261998-10-26શીખવી શીખવી પ્રભુ તું થાક્યો, તોય હું ના શીખ્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shikhavi-shikhavi-prabhu-tum-thakyo-toya-hum-na-shikhyoશીખવી શીખવી પ્રભુ તું થાક્યો, તોય હું ના શીખ્યો
રહ્યો એવોને એવો પ્રભુ છું હું તો, તારી નિશાળનો એક ઠોઠ નિશાળિયો
અપનાવી હરએક રીત, હરએક રીતે તે મને સમજાવ્યો
ના છોડી તે તારી ધીરજ, પણ પ્રભુ આખર તું થાક્યો કે, હું કાઈના …
ક્યારેક પ્રેમથી તો ક્યારેક તે મને જોરશોરથી ધમકાવ્યો
પણ કરતો રહ્યો મનમાની મારી, ના એમાં હું થાક્યો
ભેસ આગળ ભાગવત, પથ્થર પર પાણી, ફરક મારામાં ના કાંઈ આવ્યો
કંટાળ્યો ક્યારેક હું જીવનમાં, તો શીખવવા તને હું નિકળ્યો
કરતો રહ્યો ના કરવાનું જીવનમાં, કે હું કાંઈ ના શીખ્યો
આવારાગર્દી કરતો રહ્યો હું, કે એમાંથી બહાર હું ના નીકળ્યો
શીખવી શીખવી પ્રભુ તું થાક્યો, તોય હું ના શીખ્યો