View Hymn (Bhajan)
Hymn No. 1294 | Date: 27-Jun-19951995-06-271995-06-27કરી ભૂલ જ્યાં ભેગા થઈને, પરિણામ એનું ભેગું એ ભોગવવું પડ્યુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-bhula-jyam-bhega-thaine-parinama-enum-bhegum-e-bhogavavum-padyumકરી ભૂલ જ્યાં ભેગા થઈને, પરિણામ એનું ભેગું એ ભોગવવું પડ્યું
મળ્યા જેવા ભેગા, એકની ભૂલનો ભોગ બીજાએ બનવું પડ્યું
કરી શરૂઆત જ્યાં એકે, ત્યાં બીજાએ એમાં સંકળાવવું પડ્યું
કર્યો ગુનાહ એકે, ગુન્હેગાર બીજાને પણ સાથે બનવું પડ્યું
ના મેળવી શક્યા જ્યાં કાબૂ એકબીજા સાથે ત્યારે લડવું પડ્યું
બંધાયા જ્યાં કોઈ બંધનથી, ત્યાં મુક્તિ કાજે તડપવું પડ્યું
ખાડો ખોધ્યો એકે જ્યાં, ત્યાં બીજાએ અંદર એની પડવું પડ્યું
ના ચાલી ત્યાં કોઈ આનાકાની, આપમેળે એ થાતું રહ્યું
લાવીને અહંકારને વચ્ચે, ભૂલ જ્યાં સદા કરતા ને કરતા રહ્યા
ના છૂટી શક્યા ત્યાં દુઃખ દર્દથી, ભોગ અનેક બનતા ને બનતા રહ્યા
કરી ભૂલ જ્યાં ભેગા થઈને, પરિણામ એનું ભેગું એ ભોગવવું પડ્યું