View Hymn (Bhajan)
Hymn No. 1293 | Date: 27-Jun-19951995-06-271995-06-27કરી ના કરી મદદ કોઇને જીવનમાં, ઢંઢેરો ત્યાં અમે પીટવા લાગી ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-na-kari-madada-koine-jivanamam-dhandhero-tyam-ame-pitava-lagi-gayaકરી ના કરી મદદ કોઇને જીવનમાં, ઢંઢેરો ત્યાં અમે પીટવા લાગી ગયા
આપી એકને સો ની વાતો કરવા અમે લાગી ગયા
ખુદની જાતને મહાન ગણવામાં, સહારો ખોટો લેતા ગયા
આચારનો કરી પ્રચાર, સાચા આચરણને અમે ભૂલતા ગયા
દાખવી ખોટી દયા અન્ય પર, ખુદને સમર્થ સમજતા ગયા
શ્વાસ લઈને કર્યો ઉપકાર, પ્રભુને પણ અમે કહેવા લાગી ગયા
ખોટી નામના ને અહંકારમાં, મદમસ્ત બની ફરતા ગયા
વધવા ચાહ્યું આગળ જીવનમાં, પાછળ ને પાછળ અમે પડતા ગયા
પુણ્યનું ભાથું બચાવવા, પાપ ઘણા અમે કરતા ગયા
ચૂપ રહેવું હતું ત્યાં ના રહ્યા, ના રહેવું હતું ત્યાં અમે રહી ગયા
કરી ના કરી મદદ કોઇને જીવનમાં, ઢંઢેરો ત્યાં અમે પીટવા લાગી ગયા