View Hymn (Bhajan)
Hymn No. 336 | Date: 03-Sep-19931993-09-031993-09-03પ્રભુજી રે, વાલા અંતરયામી પ્રભુ, કરુણાના કરનારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhuji-re-vala-antarayami-prabhu-karunana-karanaraપ્રભુજી રે, વાલા અંતરયામી પ્રભુ, કરુણાના કરનારા
જાણે તું તો, જાણે રે પ્રભુ બધું તું તો, જાણે કહું કે ના કહું તને, તું તો બધું જાણે
જાણે પ્રભુ તું વ્યથા તો મારી રે, ના કાંઈ પ્રભુ તું એનાથી છે અજાણ
ના રહેવાય પ્રભુ વિણ તારા, મારાથી તો હવે ના રહેવાય
ના સહેવાય પ્રભુ તારો વિયોગ, હવે તો ના સહેવાય
ધીરજ ના ધરાય પ્રભુ એક પળ, પણ, તારો વિયોગ પ્રભુ ના સહેવાય
છે મારા અંતરનો પોકાર, પ્રભુ તું છે અંતરયામી
આંખે વહે છે અશ્રુની ધાર, બોલાવી લે મને સામે પાર વહાલા
કહેતા ના આવડે પ્રભુ મને, કહેવાય કેમને શું કહેવાય
મારા અંતરની વાણી નથી કાંઈ તારાથી અજાણી, જે હું ચાહું તે તું જાણે પ્રભુ,
કરી કૃપા પ્રભુ તું મને લે તારામાં સમાવી,
ના રહેવાય, ના સહેવાય, ના કોઈને કહેવાય,
છે વાત પ્રભુ જે મારી લેજે એને તું જાણી
પ્રભુજી રે, વાલા અંતરયામી પ્રભુ, કરુણાના કરનારા