View Hymn (Bhajan)
Hymn No. 4183 | Date: 20-Jul-20012001-07-202001-07-20કરી લાખ કોશિશો જીવનમાં મેં મને બચાવવા, તોય એની યાદીમાં મેં મારું નામ લખાવી દીધુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-lakha-koshisho-jivanamam-mem-mane-bachavava-toya-eni-yadimam-memકરી લાખ કોશિશો જીવનમાં મેં મને બચાવવા, તોય એની યાદીમાં મેં મારું નામ લખાવી દીધું,
છોડી ના આદત મેં અન્યના જીવનમાં માથું મારવાની, અરે પંચાયતમાં નામ મારું લખાવી દીધું
ડગમગતા વિશ્વાસથી ભલે ચાલ્યો આછી આછી જિત મેળવી પૂર્ણ વિશ્વાસમાં નામ મારું લખાવી દીધું,
હતો ઝગડાળું સ્વભાવ તો મૂળે, અરે તકદીર સામે ઝઝૂમ્યો ખૂબ, અરે બહાદુરીમાં નામ મારું લખાવી દીધું,
અરે તૂટતી આશાઓને બાંધી તાંતણે જીવનમાં, હોંશિયારીમાં નામ મારું નોંધાવી દીધું
જાળવી ના શક્યો ચિંતાઓને દિલમાં, અરે અજંપામા મેં નામ મારું નોંધાવી દીધું,
દિ ઉગ્યો ને દિ આથમ્યો, મેળવી જાણકારી એની, જાણકારમાં નામ મારું નોંધાવી દીધું,
ના ખપતું હતું એ પીને બધા ને અરે જીવનમાં ત્યાગીમાં નામ મારું નોંધાવી દીધું,
સ્વાર્થના સગપણને ના ભૂલ્યો જીવનમાં હું તો કદી ક્ષણ કે પ્રેમીમાં નામ મારું નોંધાવી દીધું
બગલાની જેમ ભજ્યા મેં ભગવાનને કે જીવનમાં ભક્તમાં નામ મારું મે નોંધાવી દીધું.
કરી લાખ કોશિશો જીવનમાં મેં મને બચાવવા, તોય એની યાદીમાં મેં મારું નામ લખાવી દીધું