View Hymn (Bhajan)
Hymn No. 4182 | Date: 20-Jul-20012001-07-202001-07-20સાગર જેવું દિલ રાખી ને જો સાગર જેવુ તારે બનવું હશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sagara-jevum-dila-rakhi-ne-jo-sagara-jevu-tare-banavum-hasheસાગર જેવું દિલ રાખી ને જો સાગર જેવુ તારે બનવું હશે,
સાગરની જેમ ઘણું ઘણું સમાવતા તારે શીખવું પડશે,
અનેક હૈયાની સમાવીને ખારાશ, મીઠાશ તને આપવી પડશે,
અનેક કચરાઓને તારે તારામાં સમાવવા પડશે,
સમાવીને અનેક ધડકનોને, તારા હૈયામાં મસ્તીમાં તારે રહેવું પડશે,
ભરતીની મઝાને ને ઓટની મારને પણ સહેવી પડશે,
આપે છે તને કોણ શું એ તો સદાય તારે ભૂલવું પડશે,
કે આખા જગ પર મધુબન બનીને વરસવું તો પડશે,
સમાવવું હશે સાગરને જો હૈયામાં, સાગર જેવું દિલ બનાવવું પડશે,
યાદો ફરિયાદો ભૂલીને તારા કાર્યમાં તારે રત રહેવું પડશે.
સાગર જેવું દિલ રાખી ને જો સાગર જેવુ તારે બનવું હશે