View Hymn (Bhajan)

Hymn No. 1961 | Date: 20-Jan-19971997-01-20કરી રહ્યો છે કર્તા બધું જીવનમાં, ત્યાં ફિકર ચિંતા કરવી શુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-rahyo-chhe-karta-badhum-jivanamam-tyam-phikara-chinta-karavi-shumકરી રહ્યો છે કર્તા બધું જીવનમાં, ત્યાં ફિકર ચિંતા કરવી શું,

પણ પડી ગઈ છે એવી આદત કે એમ લાગે ફિકર-ચિંતા જીવવું શું .

હૈયું ચાહે છે સતત શાંતિથી રહેવા, ત્યાં અશાંતિને કરવી શું,

પણ કરીએ વર્તન એવાં કે, અશાંતિ વિના ના પામીએ કશું.

છે આ અમારી વ્યથા ને છે આજ જીવનની કહાની, એમાં નવું નથી કશું,

ના જીરવાય સુખ જીવનમાં, ત્યાં દુઃખ હાથે કરીને કરીએ ઊભું.

દુઃખ તો જીરવાય નહીં, પણ દુઃખ નો પીછો કર્યા સિવાય ના કરીએ કશું,

ચાહીએ છે જે જીવનમાં, એનાથી ઊંધું અમે કરતા રહીએ બધું.

ના ચાહત પ્રમાણે વર્તીએ જીવનમાં, એથી ના પામીએ અમે કશું,

પ્રભુ આવી છે હાલત અમારી, એમાં અમે કરીએ તો કરીએ શું.

કરી રહ્યો છે કર્તા બધું જીવનમાં, ત્યાં ફિકર ચિંતા કરવી શું

View Original
Increase Font Decrease Font

કરી રહ્યો છે કર્તા બધું જીવનમાં, ત્યાં ફિકર ચિંતા કરવી શું,

પણ પડી ગઈ છે એવી આદત કે એમ લાગે ફિકર-ચિંતા જીવવું શું .

હૈયું ચાહે છે સતત શાંતિથી રહેવા, ત્યાં અશાંતિને કરવી શું,

પણ કરીએ વર્તન એવાં કે, અશાંતિ વિના ના પામીએ કશું.

છે આ અમારી વ્યથા ને છે આજ જીવનની કહાની, એમાં નવું નથી કશું,

ના જીરવાય સુખ જીવનમાં, ત્યાં દુઃખ હાથે કરીને કરીએ ઊભું.

દુઃખ તો જીરવાય નહીં, પણ દુઃખ નો પીછો કર્યા સિવાય ના કરીએ કશું,

ચાહીએ છે જે જીવનમાં, એનાથી ઊંધું અમે કરતા રહીએ બધું.

ના ચાહત પ્રમાણે વર્તીએ જીવનમાં, એથી ના પામીએ અમે કશું,

પ્રભુ આવી છે હાલત અમારી, એમાં અમે કરીએ તો કરીએ શું.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

karī rahyō chē kartā badhuṁ jīvanamāṁ, tyāṁ phikara ciṁtā karavī śuṁ,

paṇa paḍī gaī chē ēvī ādata kē ēma lāgē phikara-ciṁtā jīvavuṁ śuṁ .

haiyuṁ cāhē chē satata śāṁtithī rahēvā, tyāṁ aśāṁtinē karavī śuṁ,

paṇa karīē vartana ēvāṁ kē, aśāṁti vinā nā pāmīē kaśuṁ.

chē ā amārī vyathā nē chē āja jīvananī kahānī, ēmāṁ navuṁ nathī kaśuṁ,

nā jīravāya sukha jīvanamāṁ, tyāṁ duḥkha hāthē karīnē karīē ūbhuṁ.

duḥkha tō jīravāya nahīṁ, paṇa duḥkha nō pīchō karyā sivāya nā karīē kaśuṁ,

cāhīē chē jē jīvanamāṁ, ēnāthī ūṁdhuṁ amē karatā rahīē badhuṁ.

nā cāhata pramāṇē vartīē jīvanamāṁ, ēthī nā pāmīē amē kaśuṁ,

prabhu āvī chē hālata amārī, ēmāṁ amē karīē tō karīē śuṁ.