View Hymn (Bhajan)
Hymn No. 1963 | Date: 26-Jan-19971997-01-261997-01-26પહોંચશે-પહોંચશે, એક દિવસ જરૂર કિનારે તો પહોંચશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pahonchashepahonchashe-eka-divasa-jarura-kinare-to-pahonchasheપહોંચશે-પહોંચશે, એક દિવસ જરૂર કિનારે તો પહોંચશે
મારા દિલમાં જાગેલા ભાવો, જરૂર તારા દિલ સુધી તો પહોંચશે
પ્રભુ મારતો રહેજે તું મારા દિલમાં, તારા પ્યારના રે પથ્થર
એમાં ઊઠતાં વમળો તો એક દિવસ, જરૂર કિનારે પહોંચશે
વધતા ને વધતા જાશે હૈયાના મારા રે ભાવો, એ તો વધશે
મારા એ પ્રેમભાવો પ્રભુ, તારા પ્યારમાં જરૂર સમાશે
આજ નહીં તો કાલ એ કાર્ય, તો જરૂર જ સફળ થાશે
તારા એક-એક પથ્થરથી, આખરે મારું દિલ તો જરૂર ભરાશે
ભરાઈ જાશે જ્યાં પૂર્ણ પ્રેમથી, ત્યાં ના કાંઈ એમાં બચશે
મળી જાશે મને ત્યારે જે મને જોઈએ છે, ના કોઈ મને એમાં રોકી શકશે
પહોંચશે-પહોંચશે, એક દિવસ જરૂર કિનારે તો પહોંચશે