View Hymn (Bhajan)
Hymn No. 1960 | Date: 20-Jan-19971997-01-201997-01-20મળે ફુરસદ તને જો ક્યારે જીવનમાં, તો તારા કર્મની ડાયરીને ખોલીને તું જોજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=male-phurasada-tane-jo-kyare-jivanamam-to-tara-karmani-dayarine-kholineમળે ફુરસદ તને જો ક્યારે જીવનમાં, તો તારા કર્મની ડાયરીને ખોલીને તું જોજે
સમજાઈ જાશે તને બધું રે એમાં, ના અન્ય પાસે કાંઈ સમજવાની જરૂર તને રહેશે
આજની તારી પરિસ્થિતિ ને આજના તારા હાલની, તને ના કોઈ ફરિયાદ રહેશે
કર્યા વગર ખોટા પક્ષપાત, નિષ્પક્ષતાથી જરા તું આ કાર્યને કરી તો જોજે
તારી યોગ્યતાં ને તારી અયોગ્યતાનાં પ્રમાણ, એમાં તને મળી રે જાશે
છે કમી શું તારામાં ને પામવાનું છે શું તારે, એની જાણ તને થઈ જાશે
જીવ્યો છે તું જીવન કેવી રીતે ને કેમ ને ક્યારે, અંદાજ એનો તને આવી રે જાશે
મળ્યું છે જે આજ તને એમાં છે કેટલી તારી યોગ્યતા, એનો ખ્યાલ આવી જાશે
પ્રભુની કૃપા શું છે ને શું નહીં એ સમજ્યા વગર, તને બધું સમજાઈ જાશે
કર્યું ક્યાં તેં ખોટું ને શું એવી તારી રે બધી દલીલ, એમાં શમી રે જાશે
મળે ફુરસદ તને જો ક્યારે જીવનમાં, તો તારા કર્મની ડાયરીને ખોલીને તું જોજે