View Hymn (Bhajan)
Hymn No. 128 | Date: 07-Oct-19921992-10-071992-10-07સાધન પણ તું મારું, મંજિલ પણ તું છે હું એકSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sadhana-pana-tum-marum-manjila-pana-tum-chhe-hum-ekaસાધન પણ તું મારું, મંજિલ પણ તું છે હું એક
સાધક, સાધના પણ તું, ગુરુ પણ તું, મારો પ્રભુ પણ તું,
છું હું એક દાસ, મારો સ્વામી પણ તું, નાવ પણ તું,
ખેવૈયો પણ પ્રભુ તું, છું એક નાવિક, મારો કિનારો પણ તું,
યાત્રા પણ તું, યાત્રાધામ પણ તું,
છું એક મુસાફર હું, મુસાફરખાનું પણ છે તું,
મનને મારનાર પણ તું,
ચિત્તને ચકડોળે ચડાવનાર પણ તું,
મારા દિલનો સાજેદાર પણ પ્રભુ તું ને તું
સાધન પણ તું મારું, મંજિલ પણ તું છે હું એક