View Hymn (Bhajan)
Hymn No. 1337 | Date: 14-Aug-19951995-08-141995-08-14આઝાદી, આઝાદી, આઝાદી હર કોઈ ચાહે છે, જીવનમાં આઝાદીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ajadi-ajadi-ajadi-hara-koi-chahe-chhe-jivanamam-ajadiઆઝાદી, આઝાદી, આઝાદી હર કોઈ ચાહે છે, જીવનમાં આઝાદી
આઝાદી કાજે છે બહુ ઓછાની તૈયારી, જીવનમાં હરકોઈ …
ચાહે છે કોઈ મનથી તો ચાહે છે કોઈ તનથી, આઝાદી …
ચાહે છે કોઈ કુટુંબથી તો ચાહે છે કોઈ સંબંધોથી, આઝાદી …
હર એક મનની વ્યાખ્યા જુદી રહેવાની, આઝાદી, આઝાદી
આદિઅનાદિથી ચાલ્યો આવ્યો છે આ જંગ, ચાહે છે હરકોઈ આઝાદી
ચાહે છે તો જીવનમાં બસ આબાદી ને આબાદી, ચાહે છે જીવનમાં…….
ચાહે છે હરકોઈ દુઃખદર્દથી આઝાદી, નથી ચાહતું કોઈ સુખથી આઝાદી
ચાહે છે જે સુખથી પણ આઝાદી, પામે છે એ ખરી આઝાદી
થાય છે આઝાદ એ જન્મોજન્મના બંધનથી, મળે છે એને ખરી આઝાદી
આઝાદી, આઝાદી, આઝાદી હર કોઈ ચાહે છે, જીવનમાં આઝાદી