View Hymn (Bhajan)
Hymn No. 4245 | Date: 18-Aug-20012001-08-182001-08-18ના સમજદાર છું પણ સમજદારી ના ઢોંગમાં પાવરધો છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-samajadara-chhum-pana-samajadari-na-dhongamam-pavaradho-chhumના સમજદાર છું પણ સમજદારી ના ઢોંગમાં પાવરધો છું,
ના ઝૂંકુ છું, ના કબૂલ કરું છું સહુની સામે, આવો ઢોંગ કરવામાં હું પાવરધો છું,
તસ્દી ના લેતા મને સમજવાની, ના તમે સમજી શકશો કારણ કે હું ઢોંગમાં પાવરધો છું,
સમજું છું શું ને કેટલું એની જાણ નથી મને, જ્યાં ત્યાં ના કાંઈ કહેવાનો છું,
શીખ્યું છે જીવનમાં નવા નવા ઢોંગ ને ધતિંગો એમાં હું પાવરધો છું,
કોઈના દર્દ પર જૂઠા આંસુ વહાવવામાં, તો હું ખૂબ પાવરધો છું,
ભૂલીને બીજું બધું ખુદનો સ્વાર્થ સિદ્ધ કરવામાં હું પાવરધો છું,
શક્તિ તો છે મારી પાસે ઘણી ભરી ભરી તોય અશક્ત રહ્યો છું,
શક્તિને વધારવામાં નહીં શક્તિને નાશ કરવામા હું પાવરધો છું,
ભૂલી જાઉં છું આ બધામાં એક હું એ વાત કે આખર આ નકામું છે.
ના સમજદાર છું પણ સમજદારી ના ઢોંગમાં પાવરધો છું