View Hymn (Bhajan)
Hymn No. 1242 | Date: 28-Apr-19951995-04-281995-04-28કરું શું હું રે વાત જીવનની, વસમી છે રે વાટSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karum-shum-hum-re-vata-jivanani-vasami-chhe-re-vataકરું શું હું રે વાત જીવનની, વસમી છે રે વાટ
સમજીના એ સમજાય, ઓળખી ના એ રે ઓળખાય, જીવન રે વાટ
જાવું મારે હવે ક્યા રે ઘાટ, જીવનની વસમી છે રે વાટ
જીવન ને મોતની વચ્ચે રમી રહી છે, મારી આ વાટ, જીવનની
વસમાં નથી કાંઈ, છે બધું બેબસ ને બેબસી ભરી રે વાટ …
સમી નથી શક્તું કાંઈ એમાં, સમાવી નથી શક્તો હું મારી જાત રે
સમજણ માટે કરું સમજોતા હું કોની સાથે, ના એ તો મને સમજાય
વસમી વાટને સરળ બનાવવા, કરું શું હું એવા રે ઉપાય
જેથી મળી જાય મારી મંજિલ મને, તો આજ ના રહે બાકી કોઈ કાજ
કરું છું પ્રભુ વિનંતી તને, કાંઈ સમજણ મને તું આપ, જેથી ના કરું કોઈ વિલાપ
કરું શું હું રે વાત જીવનની, વસમી છે રે વાટ