View Hymn (Bhajan)
Hymn No. 1241 | Date: 28-Apr-19951995-04-281995-04-28ખાધી ઘણી રે ઠોકર તોય, રહ્યો હું તો નોકર ને નોકરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khadhi-ghani-re-thokara-toya-rahyo-hum-to-nokara-ne-nokaraખાધી ઘણી રે ઠોકર તોય, રહ્યો હું તો નોકર ને નોકર
બની ના શક્યો માલિક હું તો, રહ્યો હું તો, નોકર ને નોકર
વધી વધી વધ્યો ઘણો રે આગળ, તોય રહ્યો હું તો ચીટ્ઠીનો ચાકર
બન્યો માલિક હું તો જીવનમાં, તોય રહ્યો હું તો નોકર ને નોકર
આવ્યું ના મને કરતા જતન માલિકપણાનું, રહ્યો હું નોકર ને નોકર
શ્વાસે શ્વાસે જીવનમાં મજબૂર બનીને, ખાતો ને ખાતો રહ્યો હું તો ઠોકર
હતાં જે નોકર બની ગયા માલિક રે મારા, તોય હું તો રહ્યો નોકર
કરી ખૂબ મહેનત જીવનમાં, તોય ખાતો રહ્યો જીવનભર હું તો માર ને માર
ના કરી શક્યો જતન ખુદનું ,રહ્યો જ્યાં ખુદથી રે અજાણ
વારે ઘડીએ ખાતો રહ્યો હું તો રે ઠોકર, રહ્યો એમાં હું તો નોકર ને નોકર
ખાધી ઘણી રે ઠોકર તોય, રહ્યો હું તો નોકર ને નોકર