View Hymn (Bhajan)
Hymn No. 1245 | Date: 29-Apr-19951995-04-291995-04-29માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=malikino-na-kara-tum-dekhava-chhe-chara-divasano-mahemanaમાલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન
શીદને થાય છે ખોટો પરેશાન, જગમાં ચાર દિવસનો છે …
ખોટા નશાને ના ગણ તું તારી શાન, જગમાં ચાર દિવસનો …
પળ પળ તારી જોજે ખોટી રીતે ના વેડફાઈ જાય, જગમાં ચાર દિ…
મહેમાન ગતિ તારી, તારા મધમોહમાં પૂરી ના થઈ જાય …..
સદાની જેમ જોજે પાછળથી પસ્તાવો, તારા હાથમાં ના રહી જાય
તારા ને તારા અહંકારનો શિકાર, જોજે તું બની રે ના જાય
ના જોજે પાચમાં દિવસની રે વાટ, છે તું ચાર દિવસનો મહેમાન
કરજે જગમાં સહુને તું પ્યારથી રે સલામ, છે જગમાં તું …
માલિકીનો ના કર તું દેખાવ, છે ચાર દિવસનો મહેમાન