View Hymn (Bhajan)
Hymn No. 36 | Date: 25-Aug-19921992-08-251992-08-25કર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karya-dekhava-bahu-bahya-adambarathi-prabhuni-same-bhajava-mateકર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટે
ધારણ કર્યા ભગવા વસ્ત્ર ને કર્યું માથે મુંડન પ્રભુ પ્રભુ પોકારતી
હૈયાના બદલે વાતાવરણને શુદ્ધ કરતી રહી બની બગભગત,
બધાને છેતરતી ને છેતરતી રહી, કર્યું અહિંસાનું એલાન,
મનથી તો હિંસા ને હિંસા કરતી રહી માની પ્રભુને સ્વામી,
પણ મનથી હું પર પુરુષોમાં અટવાતી રહી,
ઘણા કર્યા કર્મો મન વચન અને કાયા થકી,
તો પણ ધર્મિષ્ઠ બનીને ફરતી ને ફરતી રહી
કર્યા દેખાવ બહુ બાહ્ય આડંબરથી પ્રભુની સામે ભજવા માટે