View Hymn (Bhajan)
Hymn No. 51 | Date: 29-Aug-19921992-08-291992-08-29કસોટી ને કસોટીથી કસતો રહ્યો છે પ્રભુ તું તારા ભક્તોનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kasoti-ne-kasotithi-kasato-rahyo-chhe-prabhu-tum-tara-bhaktoneકસોટી ને કસોટીથી કસતો રહ્યો છે પ્રભુ તું તારા ભક્તોને,
ન કરે જાણ તું તો કસોટીના સમયની
પણ સમય સમય પર ચેતવતો તું રહ્યો છે,
લક્ષ તરફ જાગૃત તે રાખ્યા છે,
વિકાર ને કષાયોથી મુક્ત કરતો રહ્યો છે,
ધીરજ તું વધારતો રહ્યો છે,
કસી કસીને શુદ્ધ તું તો કરતો રહ્યો છે,
કસોટીમાંથી પાર પણ કરતો રહ્યો છે,
પ્રભુ સમજું જો હું તને તો ઓળખતો નથી
અને ઓળખું છું તો સમજતો નથી
કસોટી ને કસોટીથી કસતો રહ્યો છે પ્રભુ તું તારા ભક્તોને