View Hymn (Bhajan)
Hymn No. 52 | Date: 29-Aug-19921992-08-291992-08-29મટ્યું જ્યાં મારું તારું, મટ્યું જ્યાં હું અને તુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=matyum-jyam-marum-tarum-matyum-jyam-hum-ane-tumમટ્યું જ્યાં મારું તારું, મટ્યું જ્યાં હું અને તું
ત્યાં તો આવી ગયું અમે
જ્યાં આવ્યું અમે પ્રભુ, ત્યાં ભાગ્યો અહં,
પ્રભુ જ્યાં સમાયા એકબીજામાં
ત્યાં ગયા વિકલ્પો અને શબ્દો,
આવી ગઈ જ્યાં ભાષા પ્રેમની,
વાત કરે ત્યાં અંતરથી
અંતર ત્યાં બધું સર્મપણ થઈ ગયું
મટ્યું જ્યાં મારું તારું, મટ્યું જ્યાં હું અને તું