View Hymn (Bhajan)
Hymn No. 1914 | Date: 23-Dec-19961996-12-231996-12-23કેમ સંભાળવા ને કેમ સમજાવવા, એ સમજાતું નથી, જાણ એની થાતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kema-sambhalava-ne-kema-samajavava-e-samajatum-nathi-jana-eni-thati-nathiકેમ સંભાળવા ને કેમ સમજાવવા, એ સમજાતું નથી, જાણ એની થાતી નથી
પ્રભુ તારા બનાવેલા માનવીને, તારા સિવાય કોઈ સંભાળી શકે એમ નથી
અન્યને સંભાળવા તો કઈ રીતે, જ્યાં ખુદ ને ખુદે હજી સંભાળ્યા નથી
મટી નથી ખુદની ગેરસમજ ત્યાં અન્યને, સાચી સમજની સમજદારી આપી શકાતી નથી
છે કોઈ ભોલા-ભાળા તો કોઈ કપટ-કંકાસ સિવાય કાંઈ જાણતા નથી
જાણવા કેમ બધાના ભાવોને, જ્યાં ખુદના ભાવોને જાણ્યા નથી
અટપટી ચાલે ચાલે છે સહુકોઈ, કોઈને કોઈની ચાલ સમજાતી નથી
ચાહે પ્રભુ તું તો પડે ખબર, બાકી તો કાંઈ સમજમાં આવતું નથી
પ્રભુ તારી લીલા છે કેવી કે માનવીના હૃદયના ભેદ કોઈ જાણી શકતું નથી
ચાલી રહ્યા છે બધા નવીનવી રાહ પર, સાચી મંઝિલની ઓળખ બધાને નથી
ભટકી રહ્યા છે સહુ કોઈ, આવશે અંત એનો ક્યારે એની જાણ કોઈને નથી
પામશે તારી કૃપા જ્યારે, પ્રભુ ત્યારે પામશે બધું, એના વિના પામવું કાંઈ શક્ય નથી
કેમ સંભાળવા ને કેમ સમજાવવા, એ સમજાતું નથી, જાણ એની થાતી નથી