View Hymn (Bhajan)

Hymn No. 1917 | Date: 24-Dec-19961996-12-24ભળી ગઈ જ્યાં મારી મરજીમાં પ્રભુ તારી મરજી, ત્યાં અન્ય કોઈની મરજી ચાલતી નથીhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhali-gai-jyam-mari-marajimam-prabhu-tari-maraji-tyam-anya-koini-marajiભળી ગઈ જ્યાં મારી મરજીમાં પ્રભુ તારી મરજી, ત્યાં અન્ય કોઈની મરજી ચાલતી નથી

સ્વીકારી જ્યાં તેં મારી વાતને પ્રભુ, ત્યાં એ સફળતા પામ્યા વિના રહેતી નથી

જાણે છે જગ આખું આ તો પ્રભુ કે તારી મરજી વિના અહીં કશું થાતું નથી

કરે છે કોશિશ અહીં બધા પોતાની મરજીને મળે મંજૂરી તારી, પણ બધાને એ મળતી નથી

કોઈ તને માને કે ના માને પ્રભુ, એમાં કાંઈ ફરક તને તો પડતો નથી

છે તું તો તારી મરજીનો માલિક, એમાં ગુલામગીરી તું ચલાવતો નથી

કરવા ચાહે બધા વશમાં તને પણ, બધાના વશમાં તું આવતો નથી

સાચા દિલના સાચા પ્યાર આગળ પ્રભુ, તું બેબસ થયા વિના રહેતો નથી

જાણે છે ને સમજે છે તને બધા પ્રભુ, તોય તારી રીત જલદી સમજી શકતા નથી

તારી લીલા જેણે સમજી પ્રભુ, એ તને પામ્યા વિના રહી શકતા નથી

ભળી ગઈ જ્યાં મારી મરજીમાં પ્રભુ તારી મરજી, ત્યાં અન્ય કોઈની મરજી ચાલતી નથી

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

bhalī gaī jyāṁ mārī marajīmāṁ prabhu tārī marajī, tyāṁ anya kōīnī marajī cālatī nathī

svīkārī jyāṁ tēṁ mārī vātanē prabhu, tyāṁ ē saphalatā pāmyā vinā rahētī nathī

jāṇē chē jaga ākhuṁ ā tō prabhu kē tārī marajī vinā ahīṁ kaśuṁ thātuṁ nathī

karē chē kōśiśa ahīṁ badhā pōtānī marajīnē malē maṁjūrī tārī, paṇa badhānē ē malatī nathī

kōī tanē mānē kē nā mānē prabhu, ēmāṁ kāṁī pharaka tanē tō paḍatō nathī

chē tuṁ tō tārī marajīnō mālika, ēmāṁ gulāmagīrī tuṁ calāvatō nathī

karavā cāhē badhā vaśamāṁ tanē paṇa, badhānā vaśamāṁ tuṁ āvatō nathī

sācā dilanā sācā pyāra āgala prabhu, tuṁ bēbasa thayā vinā rahētō nathī

jāṇē chē nē samajē chē tanē badhā prabhu, tōya tārī rīta jaladī samajī śakatā nathī

tārī līlā jēṇē samajī prabhu, ē tanē pāmyā vinā rahī śakatā nathī
Explanation in English Increase Font Decrease Font

When your approval merges in my purpose Oh God, then will of others does not work.

When I accept your decision Oh God, then it leads to success always.

The whole world knows that without your will Oh God, nothing can function.

Everyone is trying that they get approval of yours on what they will Oh God, but not everyone gets that.

Even if one believes or does not believe in you Oh God, it does not make a difference to you.

You are the master of your will, you do not allow any slavery in that.

Everyone tries to control you, but you do not come in anyone’s control.

Before a true love of a true heart, you cannot help but be helpless Oh God.

Everyone knows and understands you Oh God, still they cannot understand your methods quickly Oh God.

The one who understands your divine play Oh God, they cannot remain without achieving you.