View Hymn (Bhajan)
Hymn No. 335 | Date: 03-Sep-19931993-09-031993-09-03ખબર એની તો મને ના પડી, જાણ એની તો મને ના થઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khabara-eni-to-mane-na-padi-jana-eni-to-mane-na-thaiખબર એની તો મને ના પડી, જાણ એની તો મને ના થઈ
તારા દર્શન કરવામાં ખબર એની તો મને ના પડી, કેમ વિતાવ્યો ક્યારે વિતાવ્યો પણ સમય તો વીતી ગયો.
ના રહી ખબર મને સમયની, આવીને એ ક્યાં ગયો
વીતતી ના હતી એક પળ મારી, તારા દર્શન થાતા દિવસ વીતી ગયો
ખબર ન રહી મને તનની મારા, દુનિયાની ખબર ના રહી,
મળી જ્યાં નજર થી નજર, ના રહ્યું કાંઈ યાદ ત્યાં તો મને
દેખાયો જ્યાં તું મને ના બીજું કાંઈ દેખાયું, મટી ગયું મારું સ્વરૂપ
જગ આખામાં પ્રભુ બસ તું ને તું જ્યાં દેખાણો.
ખબર એની તો મને ના પડી, જાણ એની તો મને ના થઈ